શોધખોળ કરો
ભિલોડાઃ લગ્નના એક જ દિવસમાં પત્ની ઘર છોડીને જતી રહેતા યુવકે ભર્યું આઘાતજનક પગલું
1/4

આ ઘટના 23મી મેની રાતે બની હતી. ભાણા સુખાભાઈએ મામાને તેમના ખેતર જઈને કહ્યું કે, તમે એવી કેવી પત્ની લાવી આપી છે કે જે એક જ દિવસમાં જતી રહી? આ પછી મામાને સીમમાં ખેંચી જઇને હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાની જાણ પાડોશીને થતા તેમના ભત્રીજાને બોલાવી સમગ્ર ઘટના વિષે માહિતી આપી હતી. જેથી ભત્રીજાએ ભિલોડા પોલીસને જાણ કરતાં આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
2/4

આ અદાવત એટલે સુધી આગળ વધી ગઈ કે, ભાણીયાએ પત્ની જતી રહેવાની અદાવતમાં ખેતરમાં સૂઈ રહેલા મામાને સીમમાં ખેંચી જઇ માથામાં અને શરીરના અન્ય ભાગે લાકડીઓના ફટકા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ભાણેજની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
Published at : 25 May 2017 10:43 AM (IST)
View More























