એક રિપોર્ટ પ્રમાણે, એક એનજીઓની મદદથી પીડિતના પરિવારે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
2/5
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સગીરોને ડોંગરીની બાળકોની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતના આદેશ બાદ આરોપી છોકરાઓને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે.
3/5
તમામ આરોપીઓની ઉંમર 15-16 વર્ષની આસપાસ છે. આરોપીઓએ પીડિત સગીરને ધમકી આપી હતી કે જો તે આ ઘટના અંગે કોઇને કહેશે તો તેઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે.
4/5
એક રિપોર્ટ મુજબ, પીડિત સગીરે જ્યારે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના કહેવા મુજબ, પીડિત અને આરોપી છોકરાઓ એક જ સ્કૂલમાં ભણે છે. 10 આરોપીઓ છેલ્લા કેટલાક દિવસોથી પીડિત સાથે અપ્રાકૃતિક સેક્સ કરી રહ્યા હતા અને તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
5/5
મુંબઇઃ મુંબઇના અંધેરીમાં એક સગીર પર દુષ્કર્મ કરવાના આરોપમાં ઓછામાં ઓછા 10 સગીરો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે, આરોપીઓ જે સ્કૂલમાં ભણે છે તે જ સ્કૂલમાં પીડિત સગીર પણ ભણે છે અને આરોપીઓએ તેને બ્લેકમેઇલિંગ કરીને ફોનથી તેના પર કરવામાં આવેલા દુષ્કર્મનો વીડિયો પણ બનાવી લીધો હતો.