માર્ચ 30 થી જૂન સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ સકારાત્મક પગલાં ન લેવામાં આવતા અણ્ણા હજારેએ ફરી કેન્દ્ર સરકારે પત્ર લખ્યો હતો. જેમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણી પુરી કરવામાં નહી આવે તો તેઓ ફરી ઓક્ટોબરથી ઉપવાસ પર બેસી જશે. આમ પીએમઓ ઓફિસમાં આવેલા પત્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પીએમઓમાંથી સચિવ સ્તરના અધિકારીઓ ટૂંક સમયમાં જ રાલેગણ સિદ્ધિ જશે અને અણ્ણા હજારે સાથે મુલાકાત કરશે.
2/5
અઠવાડીયા સુધી ચાલેલા આ આંદોલનને પુરુ કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આગળ આવ્યા હતા અને અન્ના હજારેએ આ મુલાકાત બાદ પોતાનું આંદોલન સમેટી લીધુ હતું. અણ્ણા હજારેએ પોતાનું આંદોલન એ શરતે પુરુ કર્યું હતું કે તેમની માગણી અંગે કેન્દ્ર સરકાર તરત વિચાર કરી સકારાત્મક પગલા ઉઠાવે.
3/5
પ્રધાનમંત્રી મોદીના આ વલણથી નારાજ અન્ના હજારેએ આ વર્ષે જ માર્ચમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ દિલ્લીના રામલીલા મેદાનમાં સશક્ત લોકપાલ કાનૂન લાવવાને લઇને તેમજ ખેડૂતો સંબંધિત માગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
4/5
2014થી લઇને અન્ના હજારેએ અત્યાર સુધીમાં પીએમ મોદીને 15 પત્રો લખ્યા છે અને તેમનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકપાલ કાનૂનને દેશમાં લાગુ કરવામાં આવે. પરંતુ ચાર વર્ષમાં એક પણ વખત પીએમ મોદીએ અન્ના હજારેના પત્રનો જવાબ આપવાની જરૂર નથી સમજી.
5/5
નવી દિલ્લી: છેલ્લા 4 વર્ષથી સમાજ સેવક અન્ના હજારે વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખતા રહ્યાં છે, પરંતુ 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ પીએમ મોદીએ અન્નાના કોઇપણ પત્રનો જવાબ આપ્યો નહોતો. પરંતુ હવે પ્રધાનમંત્રી ઓફિસમાંથી અન્ના હજારેને પીએમ મોદીનો સંદેશો આવ્યો છે.