સૂત્રોના જણાવ્યા અનુસાર વરસોવામાં મોહન પ્રસાદ શ્રિવાસ્તવ, પત્ની વિભાસ, પુત્ર કાર્તિક, પુત્રવધુ પ્રિતી અને પુત્રી અર્ચિતા પરિવાર અને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટરના ભાઈ ધર્મેન્દ્ર નિકુંભ મળીને આ સ્કીમ ચલાવતા હતા. આ તમામ વિરૂદ્ધ છેતરપિંડી અંતર્ગત IPC અંતર્ગત કલમ લગાવવામાં આવી છે.
2/4
ઉલ્લખનીય છે કે, આ છેતરપિંડીનો ભોગ મુંબઈના 20 જેટલા પોલીસકર્મી પણ બન્યા છે. જેમના 9 કરોડ રૂપિયા જેટલા આ સ્કીમમાં ગુમાવ્યા છે. આ પોલીસકર્મીમાં કોસન્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારી ભોગ બન્યા છે. જોકે નામ ખરાબ થવાને ડરે આ પોલીસકર્મીઓએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. એક અંદાજ પ્રમાણે આ સ્કીમમાં 200 જેટલા પોલીસકર્મીઓએ રોકાણ કર્યું છે.
3/4
મુંબઈઃ મુંબઈમાં 20 જેટલા ડોક્ટરોએ આર્થિક ગુના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વરસોવામાં રહેતા એક પરિવાર તેમને 9-14 મહિનામાં 180થી 400 ટકા વળતર આપવાનું કહી છેતરપિંડી કરી છે. જેમાં 20 જેટલા ડોક્ટરોએ અંદાજે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
4/4
મુંબઈઃ તેની એક એવી સ્ટ્રેટેજી હતી કે જે તેની પાસે પૈસા માંગવા જતો તો તે તેની સામે કોઈ અન્યને ધમકાવતો. તે ફોન પર કહેતો કે આને હું મારી નાખીશ. આને કાપી નાખીસ આને હું રસ્તા પર લાવીશ હું કોઈનું નામ લઈશ નહીં, પરંતુ તેણે અંડરવર્લ્ડના મોટા મોટા નામ લઈને અમને ધમકાવ્યા છે.