નવી દિલ્હીઃ 500-1000 રૂપિયાની નોટ બંધ થયાના ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે પણ લોકોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો બેંકો અને એટીએમની બહાર લાંબી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા. આ સમસ્યાને ધ્યાનમાં રાખતા નાણાં મંત્રાલયના કેટલાક અધિકારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી આ સમસ્યાના સમાધાન અંગે ચર્ચા કરશે.
2/5
આ બેઠકમાં એ વાત પર ચર્ચા કરવામાં આવશે કે રોકડની અછત શા માટે છે અને કેવી રીતે તેનું સમાધાન કરવામાં આવે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, અમે પૂરીત સંખ્યામાં નવી નોટની વ્યવસ્થા કરી હતી. એટલા માટે જ આ મીટિંગ બોલાવવામાં આવી જેથી જાણી શકાય કે મુશ્કેલી ક્યાં આવી રહી છે.
3/5
અધિકારીએ જણાવ્યું કે, 2000ન 1.5 બિલિયન નોટ છાપવામાં આવી છે જેની કિંમત 3 લાખ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. તે તમામ બજારમાં પણ આવી ગઈ છે. આવનારા દિવસોમાં આટલી જ બીજી નોટ બજારમાં આવી જશે. આરબીઆએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, 500ની નોટ હાલ માત્ર દિલ્હી અને મુંબઈમાં જ લાવવામાં આવી છે. આવનારા બે સપ્તાહની અંદર તેને સમગ્ર દેશમાં લાવવામાં આવશે.
4/5
એટીએમમાં રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટે 40 હજાર લોકો કાર્યરત છે. કુલ 8800 ગાડી આ કામમાં લાગેલ છે. આ લોકોએ દેશભરમાં કુલ 25000 એટીએમમાં રૂપિયા નાંખ્યા છે. વિતેલા 48 કલાકમાં આ લોકોએ દેશભરના એટીએમમાં માત્ર રૂપિયા જ નથી નાંખ્યા પરંતુ તેના સેટિંગમાં ફેરફાર કરીને એવું બનાવ્યું છે કે, મોટાભાગની નોટ 100-100ની જ નીકળે. દેશભરમાં કુલ 2.2 લાખ એટીએમ છે. પરંતુ તેમાંથી હાલમાં 40 ટકા જ કાર્યરત છે.
5/5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારની જાહેરાત બાદ 500 અને 1000ની 14 લાખ કરોડ રૂપિયાની કિંમતની નોટો ચલણમાંથી પરત ખેંચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે શુક્રવારે જણાવ્યું કે, 500-1000ની નોટ હવે 14 નવેમ્બર સુધી કેટલીક ખાસ જગ્યાઓ જેમ કે પેટ્રોલ પંપ, વિજળી ઓફીસ, હોસ્પિટલમાં ચલાવી શકાશે.