Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે, જે હવે ઝડપથી શહેર તરફ ફેલાઈ રહી છે. આ ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 70 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ આગની ઝપેટમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ ઇમારતો આવી ચૂકી છે. લોસ એન્જલસમાંથી આ અકસ્માતની ભયાનક તસવીરો સામે આવી રહી છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગને કારણે ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, ભારે પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગની ઘટના સૌપ્રથમ મંગળવારે (7 જાન્યુઆરી) ના રોજ નોંધાઈ હતી, જે ત્યારથી ઝડપથી ફેલાઈ રહી છે.





















