લગ્નની સુરક્ષામાં અંદાજે 3000 સુરક્ષા કર્મી કામે લાગેલા છે. બોમ્બ સ્કૉડની ટીમ પણ ઉપસ્થીત રહેશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે, રાજ્યના નેતાઓને આ લગ્નથી દૂર રહેવાનું કહેવામાં આવ્યુઁ છે.
2/6
આ ભવ્ય અને મોઘા લગ્નમાં દુલ્હન 17 કરોડની સાડી પહેરશે. આ લગ્નની LCD સ્ક્રીનવાળી કંકોત્રીથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન માટે બોલીવુડના સેટ ડિઝાઇનર પાસે ભવ્ય સેટમાં બેંગ્લુરુ પેલેસના ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યો છે. લગ્નમાં આવનાર મહેમાનોને ગેટથી અંદર સુધી 40 લક્ઝરી બળદગાડીમાં લઇ જવામાં આવશે.
3/6
લગ્નમાં દુલ્હન બ્રાહ્મણી અને વરરાજા રાજીવ રેડ્ડીના ઘરનો સેટ પણ બનાવવામાં આવ્યો છે. ડાયનિંગ એરિયાને બેલ્લારી ગામ જેવી ડિઝાઇન કરવામાં આવી છે. આ રેડ્ડીનું હોમ ટાઉન છે. જેમા 50,000 લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
4/6
બેંગ્લુરુઃ કર્નાટકના પૂર્વ મિનિસ્ટર જી.જર્નાદન રેડ્ડીની દિકરી બ્રાહ્મણીના શાહી લગ્ન આજે બુધવારે યોજાશે. મીડિયોમાં આવેલા અહેવાલો મુજબ આ લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ખાણ ખનીજ વેપાર સાથે જોડાયેલા 49 વર્ષના જર્નાદન રેડ્ડી ભાજપના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે. તેઓ 2008 થી 2011 સુધી મંત્ર હતા. ખનન કૌભાંડમાં 3 વર્ષની તેમને જેલની સજા પણ થઇ હતી. રેડ્ડીને ગયા વર્ષે જામીન મળ્યા હતા.