ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને મફત સારવારની જાહેરાત કરી છે.
2/3
કહેવામાં આવી રહ્યું છે કે જગતપુર પાસે બસ ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
3/3
કટક: ઓડિશાના કટક શહેરના જગતપુર નજીક એક ખાનગી બસ પુલ પરથી નદીમાં ખાબકતા 7 લોકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બસમાં 30 થી વધુ લોકો સવાર હતા. અને બસ ચંડીખોલથી કટક આવી રહી હતી.