92 ટકા અનુસાર ભ્રષ્ટાચારની વિરૂદ્ધ મોદી સરકારના પ્રયત્ન ઘણાં સારા રહ્યા છે. 90 ટકા લોકોએ મોદી સરકારના 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું. નોટબંધીથી કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદ રોકવામાં મદદ મળશે? એ સવાલ પર 90 ટકા લોકોનું સમર્થન મળ્યું.
2/5
કેવું રહ્યું સર્વેનું પરિણામઃ 98 ટકાએ સર્વેમાં સ્વીકાર્યું કે ભારતમાં કાળુ નાણું છે. 99 ટકા અનુસાર ભારતમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમનીની સમસ્યા છે જેની સામે લડવા અને તેને ઉખાડી ફેંકવાની જરૂર છે. સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય બ્લેકમનીને અંકુશમાં લેવાની શ્રેષ્ઠ રીત છે.
3/5
પ્રધાનમંત્રીએ ગ્રાફિક ટ્વીટ કર્યું છે જે અનુસાર સર્વેમાં 24 કલાકમાં 5 લાખ લોકોએ ભાગ લીધો એટલે કે દર મિનિટે 400થી વધારે જવાબ આવ્યા. સર્વેના પરિણામ અનુસાર 48 ટકા લોકોએ કહ્યું કે નોટબંધીના નિર્ણયથી અમને મુશ્કેલી જરૂર થઈ છે પરંતુ એક મોટા પગલા સામે આટલું તો ચાલે.
4/5
પ્રધાનમંત્રી મોદીએ જે સર્વેનું પરિણામ જાહેર કર્યું છે તે અનુસાર એપ પર 5 લાખ લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમાં અંદાજે 93 ટકા લોકો નોટબંધીની તરફેણમાં જોવા મળ્યા છે. માત્ર 2 ટકા લોકોએ જ નોટબંધી વિશે નકારાત્મક મત આપ્યો છે.
5/5
નવી દિલ્હીઃ નોટબંધીના મુદ્દે પ્રધાનમંત્રી મોદીની સાથે દેશની જનતા પડખે જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી પર જે દસ સવાલ દેશને પૂછ્યા હતા. તે સર્વેનું પરિણામ આજ ખુદ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે. બુધવારે મળલે કેબિનેટ મીટિંગમાં કેન્દ્રીય મંત્રી રવિશંકરે સર્વેના પરિણાન જાહેર કર્યા હતા. આ અંગે આખી કેબિનેટે નોટબંધી મુદ્દે પીએમના વખાણ કર્યા હતા.