નવી દિલ્લીઃ કાળા નાણા વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કાર્યવાહી બાદ દેશભરમાં લોકો 1000 અને 500ની નોટને લઇને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે એવા પણ લોકો છે જેઓ વડાપ્રધાન મોદીની આ પહેલને સમર્થન પણ આપી રહ્યા છે. છૂટ્ટાની અછતને કારણે લોકો રોજબરોજની જરૂરીયાતો પુરી કરવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એક ઓલા કેબ ડ્રાઇવરે બતાવેલી દરિયાદિલીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા. કેબ ડ્રાઇવરની ઉદારતાની કહાની હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
2/4
વિપ્લવે અંતમાં ડ્રાઇવર વિપિન કુમારને હેશ ટેગ કરતા લખ્યું કે, આ ડ્રાઇવરને સેલ્યુટ કરુ છું. તે ડ્રાઇવરે વડાપ્રધાન મોદીની એ વાતને સાબિત કરી દીધી જેમાં મોદી લખ્યુ હતું કે, દેશનો સામાન્ય વ્યક્તિ એ સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહે છે દે દેશહિતમાં હોય. વિપ્લવની આ પોસ્ટને કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના ધ્યાનમાં આવતા તેમણે ટ્વિટ કરી હતી બાદમાં વડાપ્રધાન મોદીએ તેને રિટ્વિટ કરી હતી.
3/4
વિપ્લવ અરોરા નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક પર લખ્યુ કે, આજે મેં રેલવે સ્ટેશન જવા માટે એક ઓલા કેબ બુક કરી. દુર્ભાગ્યવશ મારા પાકીટમાં 500ની જ નોટ હતી. મને 500 અને 1000 રૂપિયા પર સરકારે લગાવેલા પ્રતિબંધની જાણકારી હતી. મેં વિચાર્યું કે હું ઓલા મનીમાંથી ઓનલાઇન પેમેન્ટ કરી દઉ પરંતુ જે બિલ હતુ તે ઓલા મનીમાં જમા રૂપિયા કરતા અનેક ગણુ વધારે હતું. મે બાકી રહેલા રૂપિયા ડ્રાઇવરને કેશ આપવાનું વિચાર્યું પરંતુ ત્યાં કોઇ પણ એટીએમ ચાલુ નહોતું. એટલુ જ નહી એ સમયે કોઇ પણ 500 રૂપિયાના ચેન્જ આપશે નહીં તે પણ નક્કી હતું.
4/4
પરંતુ આ સમસ્યાના ઉકેલ પણ ડ્રાઇવરે જે જવાબ આપ્યો તેને કારણે તેના પ્રત્યે મને આદર થયો અને આ પોસ્ટ લખવા માટે હું પ્રેરાયો હતો. ડ્રાઇવરે મને કહ્યુ કે, સર બાકીના પૈસા રહેવા દો, બે પૈસા ઓછા કમાઇ લઇશું. થોડી મુશ્કેલી થશે. તે તો અત્યારે તમામ લોકોને થઇ રહી છે. હવે સરકારના નિર્ણયનું સન્માન કરતા દેશની પ્રગતિમાં આ મારુ યોગદાન જ સમજી લઇશ. તમે ચિંતા કર્યા વિના તમારી ટ્રેન પકડો.