અમેરિકામાં એ છૂટ છે કે જો શિકારનાં કારણે કોઈ જાનવરની નસ્લમાં સકારાત્મક બદલાવ થતો હોય તો એ જાનવરનાં અંગો આયાત કરી શકાય છે.
2/6
ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં નેશનલ રાઈફલ એસોસિયેશન અને સફારી ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું કહેવું છે કે, આફ્રિકન દેશોમાં શિકાર કરવા માટે તે લોકો સરકારને ઘણા પૈસા આપે છે. ત્યાંની સરકાર આ પૈસાનો ઉપયોગ હાથીઓનાં સંરક્ષણ માટે કરે છે. પૈસાનાં અભાવને કારણે આ દેશોમાં હાથીઓની દેખભાળ યોગ્ય રીતે નથી થઇ શકતી.
3/6
ટ્રમ્પનાં આ નિર્ણય પર વન્ય જીવ સંસ્થાઓ અને અન્ય સંગઠનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લોકોએ ટ્રમ્પ સરકારનાં આ નિર્ણયની ભારે ટીકા કરી છે. આ નિર્ણયથી નારાજ થયેલી સોનમે એક ટ્વિટમાં અમેરિકી પ્રમુખને મૂર્ખ કહ્યા છે. સાથે જ કહ્યું છે કે અમેરિકાએ ભારતથી કંઈક શીખવું જોઇએ. ભારતમાં વન્ય જીવોનાં શિકાર પર પ્રતિબંધ છે.
4/6

5/6
સોનમ કપૂરની નારાજગી અમેરિકી રાષ્ટ્રપતિનાં એક નિર્ણયને લઈને છે. ટ્રમ્પે શિકારમાં માર્યા ગયેલા હાથીઓનાં અંગોને અમેરિકા આયાત કરવાની પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે ઓબામા સરકારે આ વિચાર પર રોક લગાવી રાખી હતી.
6/6
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરને એક વાતનું એટલું ખોટું લાગ્યું કે તેણે દુનિયાનાં સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૂર્ખ ગણાવ્યા હતાં. સોનમે ટ્વિટર પર ટ્રમ્પને શીખામણ આપતા લખ્યું હતું કે, દુનિયાએ અમારાથી કંઈક શીખવું જોઈએ.