નવી દિલ્હીઃ શૂટર રાહી જીવન સરનોબતે 18મી એશિયન ગેમ્સમાં ભારતને ચોથો ગૉલ્ડ મેડલ અપાવ્યો છે. તેને બુધવારે મહિલા 25 મીટર પિસ્તોલમાં 34 પૉઇન્ટના સ્કૉર સાથે ગૉલ્ડ કબ્જે કર્યો હતો. આ જીતની સાથે જ રાહી એશિયન ગેમ્સમાં ગૉલ્ડ જીતનારી ભારતની પહેલી મહિલા શૂટર બની ગઇ છે. તે 25 મીટર પિસ્તોલની સિંગલ સ્પર્ધામાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા પણ છે.
2/7
27 વર્ષીય રાહી જીવન સરનોબતનો જન્મ 30 ઓક્ટોબર 1990ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. તેને લોકો ગૉલ્ડન ગર્લ તરીકે જ ઓળખે છે. તે નાનપણથી જ શૂટિંગમાં પોતાની કેરિયર બનાવી ચૂકી છે. તેના પિતાનું નામ જીવન સરનોબત અને માતાનું નામ પ્રભા રસનોબત છે.
3/7
18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના મેડલની કુલ સંખ્યા 15 કરી લીધી છે, 4 ગૉલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રૉન્ઝ મેડલ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.
4/7
ઉલ્લેખનીય છે કે, રાહીએ 2013માં દક્ષિણ કોરિયામાં યોજાયેલા આઇએસએસએફ વર્લ્ડકપમાં 25 મીટર પિસ્તોલમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
5/7
ભારતને ગૉલ્ડ અપાવનારી રાહી જીવન સરનોબત હાલ પૂણે જિલ્લામાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહી છે. રાહીએ પૂણેમાં જ રહીને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. પૂણેમાં જ રાહીએ પોતાની પહેલું સ્ટેટ લેવલ મેડલ જીત્યું હતું. રાહી બાળપણથી જ સિવિલ સર્વિસીઝમાં જવા ઇચ્છતી હતી અને હાલ તે પૂણેમાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.
6/7
રાહી જીવન સરનોબતે કોલ્હાપૂરની ઉષારાજે હાઇસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું, ત્યારબાદ તેને આગળનો અભ્યાસ વિવિકાનંદ કૉલેજમાં પુરો કર્યો હતો. રાહી પૂણેના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પેલેક્ષ માટે રમે છે.
7/7
આ તો વાત થઇ તેની સ્પોર્ટ્સ કેરિયરની, રાહી સરનોબત પોતાના એજ્યૂકેશન કેરિયરમાં પણ અવ્વલ છે. તે ભણવામાં પણ તેજતર્રાર છે.