દલિત-આદિવાસીઓએ બગાડ્યો ભાજપનો ખેલઃ છત્તીસગઢમાં કુલ 31.8 ટકા મતદાતાઓ આદિવાસી સમુદાયના છે. 11.6 ટકા મતદારો દલિત છે એટલે કે રાજ્યની સત્તા તેમના હાથમાં આવે છે. આદિવાસી-દલિત બહુમતી વિસ્તારમાં ભાજપને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યુ છે. જ્યારે ભાજપે ફક્ત શહેરી વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યુ છે.
2/6
નક્સલવાદ પર નિષ્ફળતાઃ રમનસિંહની હારનું સૌથી મોટું કારણ આ વખતે નક્સલવાદ પર સરકારની નિષ્ફળતા છે. નક્સલવાદી ક્ષેત્રોમાં સતત હુમલાઓ થતા રહેતા હોવા છતાં આ વર્ષે ભારે મતદાન થયું હતું. જેને કારણે આ વિસ્તારમાં રમનસિંહની સરકારના વિરોધમાં મતદાન થયું છે. નક્સલવાદી ક્ષેત્રોમાં બક્સર, દંતેવાડા જેવી બેઠકો આવે છે.
3/6
ખેડૂતોની દેવામાફી રહ્યો માસ્ટરસ્ટ્રોકઃ રાજ્યમાં ખેડૂતો રમનસિંહની સરકારથી નારાજ હતા. જેનો ફાયદો કોગ્રેસે પુરી રીતે ઉઠાવ્યો છે. કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલું દેવામાફીનું વચને માસ્ટરસ્ટ્રોક તરીકે કામ કર્યું છે. આ કારણ રહ્યું છે કે આખા રાજ્યમાં કોગ્રેસની લહેર જોવા મળી હતી.
4/6
નવી દિલ્હીઃ છત્તીસગઢમાં પ્રારંભિક વલણોમાં ભાજપના સૂપડા સાફ થતા દેખાઇ રહ્યા છે. 90 બેઠકોમાં 69 બેઠકો પર કોગ્રેસ આગળ ચાલી રહી છે અને ભાજપ ફક્ત 11 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અન્ય 10 પર આગળ છે. છત્તીસગઢમાં ભાજપની હારના પાછળના અનેક કારણો છે જેમાં અહી કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે જેને કારણે ભાજપની અહી કારમી હાર થઇ હતી.
5/6
ખેડૂતોની નારાજગીઃ રમનસિંહ ભલે રાજ્યમાં ‘ચાવલ વાલે બાબા’ના નામથી જાણીતા હોય પરંતુ ખેડૂતોની નારાજગી તેમના પર ભારે પડી છે. ખેડૂતો વચ્ચે રમનસિંહ સરકાર વિરુદ્ધ ગુસ્સો હતો જે પરિણામમાં જોવા મળ્યો છે. ખેડૂતો સતત પાકની કિંમતોને લઇને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન થતા આવ્યા છે જેનું નુકસાન ભાજપને ઉઠાવવું પડ્યું છે.
6/6
રમનસિંહ વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બસી: 2003થી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને આ વખતે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બસીનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી અગાઉ જ મુખ્યમંત્રી રમનસિંહ વિરુદ્ધ માહોલ જોવા મળી રહ્યો હતો જે એક્ઝિટ પોલમાં પણ બતાવાયો હતો. જોકે, કોઇને પણ આશા નહોતી કે ભાજપના ગઢ કહેવાતા આ રાજ્યમાં રમનસિંહના આ રીતે સૂપડા સાફ થઇ જશે.