જોકે, આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે ગાયકમાંથી રાજકારણમાં પ્રવેશેલા બાબુલ સુપ્રિયોએ આવું નિવેદન આપ્યું હોય. માર્ચ મહિનામાં રામ નવમીની ઉજવણી બાદ થયેલા તોફાનો દરમિયાન અસનસોલની મુલાકાત લેતી વખતે તેમણે વિરોધ કરી રહેલા ટોળાને ચીમકી આપતા કહ્યુ હતુ કે હું તમારી ચામડી ઉતારી નાખીશ.
2/3
હકીકતમાં કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ સતત પોતાની જગ્યાએથી ઉભી થઈને તેમને પરેશાન કરી રહી હતી. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રીએ તેને કહ્યુ કે, "તને શું થયું છે? શું સમસ્યા છે? હું તારો પગ તોડી શકું છું અને તને કાખઘોડી આપી શકું છું." બાદમાં કેન્દ્રીય મંત્રીએ તેના સેક્રેટરીને આદેશ કર્યો હતો કે હવેથી જો આ વ્યક્તિ તેની જગ્યા પરથી ઉભી થાય તો તેનો પગ તોડી નાખજો અને તેને કાખઘોડી આપી દેજો. બાદમાં તેમણે લોકોને આ વ્યક્તિ માટે તાળીઓ પાડવાનું કહ્યું હતું.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ એક વખત ફરી વિવાદ ઉભો કર્યો છે. તેમણએ પશ્ચિમ બંગાળના આસનસોલમાં દિવ્યાંગો માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિના ‘પગ તોડી નાંખવા’ની ધમકી આપી. 'સામાજિક અધિકારિતા શિબિર' નામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બાબુલ સુપ્રિયો હાજર ઓડિયન્સમાંથી એક વ્યક્તિ પર ગુસ્સે ભરાયા હતા અને તેના પગ તોડી નાખવાની ચીમકી આપી દીધી હતી.