સીપીએમના ઈ. કરીમે નોટબંધી દરમિયાન બેંકોમાં નોટ બદલનારાઓની લાઇનમાં લાગેલા લોકોના મોતની વિગતો માંગી હતી. જેના જવાબમાં જેટલીએ આ વાતો કહી. સરકારે મંગળવારે એ વાતનો ઇન્કાર કર્યો કે ચલણથી બહાર થયેલા અને જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટોને પરત લેવા માટે વિચારી રહી છે.
2/5
નાણા મંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગો ખર્ચ 7,965 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ 2017-18માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને 4,912 કરોડ રૂપિયા ખર્ચ થયો. આ પહેલા વર્ષ 2015-16માં પ્રિન્ટિંગ પર 3,421 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
3/5
જેટલીએ જણાવ્યું કે એસબીઆઈએ નોટબંધી દરમિયાન ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થવાની જાણકારી આપી. બેંકે મૃતકોના પરિવારોને વળતર પેટે 44.06 લાખ રૂપિયા આપ્યા. જેમાંથી ત્રણ લાખ રૂપિયા મૃતક ગ્રાહકના પરિવારને આપવામાં આવ્યા.
4/5
આ ઉપરાંત નોટોને દેશભરમાં મોકલવા પર 2015-16, 2016-17 અને 2017-18માં ક્રમશ: 109 કરોડ, 147 કરોડ અને 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણા મંત્રીએ આ જવાબ નોટબંધીના કારણે આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચના સંબંધમાં પૂછેલા સવાલ પર આપ્યો.
5/5
નવી દિલ્હીઃ નોટબંધીના બે વર્ષ બાદ આજે પણ તે એક મોટો મુદ્દો છે. સરકાર તેને લઈને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સંસદમાં જણાવ્યું કે, નોટબંધીવાળા વર્ષ 2016-17માં પ્રિન્ટિંગનો ખર્ચ વધીને 7965 કરોડ રૂપિયા થઈ ગયો હતો. સરકારે એ પણ સ્વીકાર્યું કે નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓ અને લાઈનમાં ઉભેલ એક ગ્રાહકએ જીવ ગુમાવ્યો હતો. એક અન્ય જવાબમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે સરકાર જે લોકો પાસે હજુ પણ જની 500 અને 1000ની નોટ છે તેને પરત લેવાનું વિચારી નથી રહી.