દારૂબંધીના નિર્ણય બાદ બિહાર પોલીસે અત્યાર સુધીમાં 4 લાખ કરતા વધારે ઠેકાણાઓ પર છાપેમારી કરી છે જ્યારે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે 16 લાખ લીટર કરતા વધારે દારૂ જપ્ત કર્યો છે. આ સાથે જ 9 લાખ લીટર દેશી દારૂ પણ અલગ-અલગ ઠેકાણાઓ પરથી પકડી પાડ્યો છે.
2/3
સરકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં એક લાખ કરતા વધારે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે પરંતુ માત્ર 141 લોકો જ છે જેમને સજા થઈ છે. બે વર્ષ પહેલા નીતીશ કુમારે બિહારમાં દારૂબંધી કરી હતી. જ્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ દારૂની તસ્કરીના મામલા સામે આવ્યા જેમાં પોલીસની મિલિભગત હોવાની વાત પણ સામે આવી હતી.
3/3
પટના: મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા 5 એપ્રિલ, 2016ના બિહારમાં દારૂબંધીની જાહેરાત બાદ 400થી વધારે પોલીસ કર્મચારીઓ દારૂની તસ્કરીની સાઠ-ગાંઠના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખાએ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા કેએસ દ્રિવેદીએ કહ્યું, સરકાર હવે આ પ્રકારના મામલાઓમાં કડક થઈ કામ કરશે એટલે દારૂબંધીનો કડક અમલ કરી શકાય.