શોધખોળ કરો
આમ આદમી પાર્ટીના મંચ પરથી ભાજપના શત્રુધ્ન સિન્હા બોલ્યા- PM મોદી 'તથાકથિત ચાવાળા' છે
1/4

તેમણે કહ્યું, 'હું મંત્રી બનવાથી પણ ઉપર નિકળી ગયો છું, હું અટલ બિહારી વાજપેયના કાર્યકાળમાં મંત્રી હતો. ત્યારબાદ જેવાતેવાને મંત્રી બનાવી દેવામાં આવ્યા. વકીલને નાણા મંત્રી બનાવ્યા. ટીવીની એક્ટ્રેસને HRD મિનિસ્ટર બનાવ્યા' તેમણે કહ્યું અમારી સરકારમાં દલિતો પરેશાન છે, ખેડૂતોને પોતાના શાકભાજી ફેંકવા ફેંકવા પડે છે, કોઈને રોજગાર નથી મળી રહ્યો. શત્રુધ્ન સિન્હાએ ગંગા સફાઈ અભિયાન પર સવાલ ઉઠાવતા કહ્યું, ગંગા ક્યાં જતી રહી, ગંગા માટે કંઈક કરવું પડશે.
2/4

નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું એક તથાકથિત ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, તો હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ? તેમણે કહ્યું જીએસટી શું છે? તેનો મતલબ છે- 'ગઈલ સરકાર તોહાર'. પટના સાહિબથી ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાએ આમ આદમી પાર્ટીની જન અધિકાર રેલીને વારાણસીમાં સંબોધિત કરતા પીએમ મોદી, અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું.
Published at : 26 Jun 2018 10:04 AM (IST)
View More




















