નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામાન્ય રીતે રાજકીય દુશ્મનાવટ અને આક્ષેપબાજી જોવા મળતી હોય છે. આવા માહોલમાં યુપીએ પ્રમુખ અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનો આભાર માનતો એક પત્ર લખ્યો હતો.
2/4
સોનિયા ગાંધીના કાર્યાલય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, સામાન્ય રીતે સરકાર તરફથી આ રીતે પ્રતિભાવ મળતો નથી. તાજેતરમાં સોનિયાએ જે.પી.નડ્ડાને પણ આરોગ્યના મુદ્દે પત્ર લખ્યો હતો પણ કંઈ ખાસ પ્રતિક્રિયા આવી નહોતી.
3/4
ત્યાર બાદ ગડકરીએ 20 ઓગસ્ટે સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે, આ માંગણી પર વિચાર કરવામાં આવ્યો છે અને રાયબરેલીમાંથી પસાર થતાં હાઈવેને પણ ફોર લેન કરવામાં આવશે. ત્યાર બાદ સોનિયા ગાંધીએ ગડકરીનો આભાર માનતો પત્ર લખ્યો હતો.
4/4
સોનિયા ગાંધીએ 10 ઓગસ્ટે રાયબરેલીના ફૈઝાબાદ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના 47 કિમીના હિસ્સાને પણ ફોર લેન કરવાની યોજનામાં સામેલ કરવા માટે ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીને એક પત્ર લખ્યો હતો. જેથી અયોધ્યા-ફૈઝાબાદની યાત્રા કરનારાઓને સુવિધા મળે.