વળી બીએસપીના આ નિવેદન પર બીજેપીએ મજાક ઉડાવી તો કોંગ્રેસે પોતાના નેતાનો પુરજોશમાં બચાવ કર્યો હતો.
4/6
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ મોટો હુમલો કર્યો છે. બીએસપીએ કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય પણ વડાપ્રધાન નહીં બને શકે કેમકે તે પોતાના પિતા રાજીવ ગાંધીથી વધારે તો વિદેશી મૂળની પોતાની માતા સોનિયા જેવો દેખાય છે.
5/6
બીએસપી કોઓર્ડિનેટર્સ વીર સિંહ અને જય પ્રકાશ અનુસાર, બીએસપી સુપ્રીમો માયાવતી વર્ષ 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે. ઉત્તરપ્રદેશ બિજનૌર કે આંબેડકરનગર બેઠક કોઇ એક લોકસભા બેઠક હોઇ શકે છે. બીએસપી ઇચ્છે છે કે, માયાવતી 2019માં દેશભરમાં દલિતોની નેતા બનીને ઉભરે અને પીએમની રેસમાં હોય. બીએસપીનું કહેવું છે કે કર્ણાટક ચૂંટણી બાદ માયાવતી દમદાર નેતાના રૂપમાં બહાર આવી છે.
6/6
બીએસપીએ કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને માત્ર માયાવતી જ ટક્કર આપી શકે છે, એટલે તેમને ચૂંટણી લડવી જોઇએ. બીએસપીનો દાવો છે કે, કર્ણાટક ચૂંટણી બાદ માયાવતી દમદાર નેતા તરીકે બહાર આવી છે.