જો કે જેટલીએ 5 લાખથી વધારેની આવકના ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી પણ આ ઉંચો કર ભરતા લોકોને બહુ મોટી રાહત આપી છે. જેટલીએ 5 લાખ રૂપિયા કરતાં વધારેની આવક પર સીધા 12,500 રૂપિયાનું ટેક્સ રીબેટ આપવાની જાહેરાત કરી છે.
2/4
જો કે જેટલીએ રીબેટના નિયમોમાં ફેરફાર કર્યો છે તેના કારણે 3 લાખથી વધુ અને 5 લાખથી ઓછી આવક હશે તેમને ટેક્સ રીબેટ નહીં મળે. અત્યારે 10 ટકા આવકવેરાના સ્લેબમાં 5000 રૂપિયા ટેક્સ રીબેટ છે તે નાબૂદ કરી દેવાયો છે. પરિણામે 3 લાખથી 3.50 લાખ રૂપિયા સુધીની આવક હશે તેમણે 2500 રૂપિયા ટેક્સ ભરવો પડશે.
3/4
નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરતાં આવકવેરાની મર્યાદામાં વધારો કર્યો નહતો પણ આવકવેરાના દરમાં જંગી ઘટાડો કરીને સામાન્ય લોકોને જંગી રાહત આપી દીધી છે. સાથે સાથે ટેક્સ રીબેટમાં પણ જંગી વધારો કરીને પગારદારોને મોટી રાહત આપી છે.
4/4
જેટલીએ 5 લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ અડધો ઘટાડીને 5 ટકા કરી દીધો છે. જેટલીની જાહેરાત પ્રમાણે 2.50 લાખની આવકવેરા મર્યાદા અને 3 લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ 5000 રૂપિયા ટેક્સ રીબેટ મળશે. આમ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.