ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા વધીને 6 કરોડ 85 લાખ થઈ છે. ટેક્સ કલેક્શન 12 લાખ કરોડ રૂપિયા થયો છે. ટેક્સ કલેક્શનનાં પૈસા ગરીબોનાં વિકાસ માટે વાપરવામાં આવી રહ્યાં છે. મધ્યમ વર્ગનો ટેક્સ ઓછો કરવો તે અમારી પ્રાથમિકતા છે.
2/3
પિયુષ ગોયલે કહ્યું હતું કે, 12 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ જમા થયો. ઈમાનદાર કરદાતાઓનો આભાર માનું છું. ટેક્સ ભરનારની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો. 24 કલાકમાં IT રિર્ટનની પ્રોસેસ પૂર્ણ થશે.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી અગાઉ મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે. ચૂંટણીનું વર્ષ હોવાથી વિવિધ વર્ગો બજેટ પાસે અનેક રાહતની આશા રાખીને બેઠા છે. જોકે મહત્વની વાત એ છે કે, મધ્યમવર્ગનો ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.