રવિશંકર પ્રસાદે કહ્યું કે, કેબિનેટે 2019ના સત્ર માટે 7511થી વધારીને 9521 પ્રતિ ક્વિન્ટલના દરથી મિલિંગ ખોપરામાં વધારાને મંજૂરી આપી છે. તે સાથે જ કેબિન્ટ 7 પીએસયુને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.
2/3
મોદી સરકારે ગુરુવારે પોક્સોમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. તે માટે બાળકોને સેક્સ્યુઅલ હુમલાથી બચાવવા માટે ઘણી કલમમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવી છે. તેમાં દંડની અવધિ પણ વધારવામાં આવશે. મોદી સરકારે ગુરુવારે પોક્સોમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.
3/3
નવી દિલ્હી: કેંદ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેબિનેટ મીટિંગમાં ઘણાં મહત્વના નિર્ણય કર્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, બાળકોને યૌન શોષણ તથા હુમલાથી બચાવવા માટે પોક્સો એક્ટની સજાની અવધિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને પોક્સો એક્ટ મુજબ મોતની સજા મળશે.