આ અગાઉ સરકારે એકવાર જસ્ટીસ જોસેફના નામને પાછું મોકલી દીધુ હતું. જસ્ટીસ જોસેફના નામને પરત મોકલવાને લઇને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે નિયુક્તિઓને લઇને ખેંચતાણ શરૂ થઇ ગઇ હતી.
2/7
3/7
ઉલ્લેખનીય છે કે, સરકાર અને સુપ્રીમ કોર્ટની વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણ દરમિયાન સુપ્રીમ કોર્ટે જસ્ટીસ જોસેફનું નામ આ વર્ષે 10 જાન્યુઆરીએ મોકલવામાં આવ્યું હતું. ઉપરાંત વિરષ્ઠ અધિવક્તા ઇન્દુ મલ્હોત્રાનું નામ પણ મોકલવામાં આવ્યું હતું. સરકારે ઇન્દુ મલ્હોત્રાના નામ પર તો સહમતી દર્શાવી હતી પણ જસ્ટીસ જોસેફનુ નામ 26 એપ્રિલે પાછુ મોકલી દીધુ હતું.
4/7
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એપ્રિલમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને પત્ર લખ્યો હતો. તેમાં તેમને કેટલાક કારણોથી જસ્ટીસ જોસેફના નામ પર ફરીથી વિચાર કરવાની વાત કહીને તેમનુ નામ પાછુ મોકલી દીધુ હતું.
5/7
સરકારે કૉલેજીયમ અંતર્ગત કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની જે માંગ માની છે તે અંતર્ગત ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કેએમ જોસેફ હવે સુપ્રીમ કોર્ટના જજ બની જશે. જસ્ટીસ જોસેફ ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ઇન્દિરા બેનર્જી અને ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિનીત સરનને પણ સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની માંગ માની લેવામાં આવી છે. તેમની નિયુક્તિઓ માટે જરૂરી પ્રેસિડેન્સિયલ પ્રૉસેસને પણ શરૂ કરી દેવામાં આવી છે.
6/7
જસ્ટીસ જોસેફ જૂન મહિનામાં 60 વર્ષના થઇ જશે અને તે જુલાઇ 2014 થી ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. આ અગાઉ તેમને 14 ઓક્ટોબર, 2004 એ કેરાલા હાઇકોર્ટના સ્થાયી ન્યાયધીશ બનાવવામાં આવ્યા હતા. જસ્ટીસ ચેલામેશ્વર, જસ્ટીસ લોકુર અને જસ્ટીસ કુરિયન સહિત કૉલેજીયમના સભ્યોએ જસ્ટીસ જોસેફના નામને મંજૂરી આપવામાં થઇ રહેલી ડીલે પર ચિંતા વ્યક્ત કરી હતી.
7/7
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજા નિર્ણય બાદ તેમના અને સુપ્રીમ કોર્ટની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ઓછી થતી દેખાઇ રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટના કૉલેજીયમની માંગને માનતા જસ્ટીસ કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટનો ભાગ બનાવવાની મંજૂરી આપી દીધી છે.