દંતેવાડા: નક્સલ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં આઇઇડી બ્લાસ્ટમાં પાંચ જવાન શહીદ થઇ ગયા છે. શહીદ જવાનોમાં ત્રણ છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ જ્યારે બે જિલ્લા પોલીસ હોવાનું સામે આવ્યું છે.
2/4
પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ ફોર્સ રવિવારે સવારે દંતેવાડાના ચોલનારર ગામમાં સર્ચ અપરેશન માટે નીકળી હતી તે દરમિયાન તેનુ તેમનું વાહન સુરંગ પર આવી જતા વિસ્ફોટ થયો હતો. નક્સલિઓએ સુરક્ષાદળ અને પોલીસ ફોર્સને નિશાન બનાવે તે પહેલાજ ત્યાં વિસ્ફોટક સુરંગ બિછાવી રાખી હતી.
3/4
જિલ્લાના એસપીએ આ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, નક્સલિઓની શોધખોળ અને ધરપકડની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. જાણકારી પ્રમાણે વાહનમાં પોલીસ સહિત 7 જવાન હતા. ઘટના બાદ નક્સલિઓએ જવાનો પાસેથી ઇન્સાસ રાઇફલ લૂંટી લઈ ઘટનાસ્થળથી ફરાર થઇ ગયા છે.
4/4
આ ઘટનામાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.