વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, સિદ્ધામૈયા કહી રહ્યાં છે કે જે બજેટ તેમને રજૂ કર્યુ હતું, તે જ આગળ વધારવામા આવશે. વળી સિદ્ધારમૈયાને લાગી રહ્યું છે કે જો નવું બજેટ રજૂ કરવામાં આવશે તો પુરેપુરો ફોક્સ જેડીએસ તરફ શિફ્ટ થઇ જશે. જોકે કુમારસ્વામીનું કહેવું છે કે જ્યારે કોઇ ધારાસભ્ય નવો સિલેક્ટ થઇને આવે તો બજેટ પણ નવું બનવું જોઇએ.
2/6
ખરેખર, આજકાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા એક બેઠક કરી રહ્યાં છે. તેમાં સિદ્ધારમૈયા કહી રહ્યાં છે કે જ્યારે આ સરકાર બજેટ તૈયાર કરી લેશે તો રાહુલ ગાંધી પાસે પરમીશન લેવા માટે જશે. ત્યાર પછી જ કુમારસ્વામીનું આ નિવેદન સામે આવ્યું છે.
3/6
આ બધાની વચ્ચે કર્ણાટક સરકારમાં મંત્રી UT ખાડેરનું કહેવું છે કે, બન્ને પાર્ટીઓની વચ્ચે કોઇ ભેદભાવ નથી. સિદ્ધારમૈયા કૉઓર્ડિનેશન કમિટીના પ્રમુખ છે, તેમને પોતાની વાત કહી હતી. પણ કુમારસ્વામી સરકારના પ્રમુખ છે મને લાગે છે કે ટુંકસમયમાંજ બજેટ રજૂ કરવામાં આવશે.
4/6
એકબાજુ કોંગ્રેસ-જેડીએસમાં ખેંચતામ ચાલી રહી છે ત્યારે બીજીબાજુ બીએસ યેદુરપ્પાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. યેદુરપ્પા શાહની સાથે મુલાકાત કરવા માટે અમદાવાદ આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે યેદુરપ્પા હજુ પણ રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશોમાં લાગ્યા છે. જોકે બેઠકમાં 2019 લોકસભા ચૂંટણીને લઇને પણ ચર્ચા થઇ.
5/6
પહેલા પણ કુમારસ્વામી કહી ચૂક્યા છે કે તે કોંગ્રેસની દયાથી મુખ્યમંત્રી નથી બન્યા પણ હવે તેમનું કહેવું છે કે તે કોઇની કૃપાથી મુખ્યમંત્રી નથી બન્યા, એવું નથી કે કોઇએ તેમને સીએમની ખુરશી દાનમાં આપી દીધી હોય.
6/6
બેગ્લુંરુઃ કર્ણાટકમાં ભલે કોંગ્રેસના સમર્થનથી જેડીએસના એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બની ગયા છે પણ લાગે છે કે સરકારમાં કંઇ બરાબર નથી. વાયરલ થયેલા એક વીડિયોને લઇને બન્ને પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલું થઇ ગઇ છે.