શોધખોળ કરો
સુષ્મા સ્વરાજનો પલટવાર, કહ્યું- શું રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ?
1/5

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે વળતો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શું હવે અમારે રાહુલ ગાંધી પાસેથી હિન્દુ હોવાનો મતલબ જાણવો પડશે ? જયપુરમાં એક કાર્યક્રમમાં રાહુલે કહ્યું હતું કે, આપણાં પીએમ કહે છે કે, તેઓ હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુત્વના પાયાને નથી સમજતા. તેઓ કયા પ્રકારના હિન્દુ છે?
2/5

સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી તેમના ધર્મને લઈ મૂંઝવણમાં છે. વર્ષો સુધી પાર્ટીએ તેમને એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે રજૂ કર્યા જ્યારે હવે ચૂંટણી આવી રહી છે અને લાગ્યું કે હિન્દુ બહુમતી છે તો તેમણે આ છબી બનાવી.
3/5

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદનને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કરેલું ટ્વિટ.
4/5

તેમણે એમ પણ કહ્યું કે, એક એવું નિવેદન આવ્યું કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે. પરંતુ મને ખબર નહોતી કે જનોઈધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં એટલો વધારો થઈ ગયો કે હવે હિન્દુ હોવાનો અર્થ તેમની પાસે સમજવો પડશે? ભગવાન ન કરે તે દિવસ આવે કે અમારે હિન્દુ હોવાનો અર્થ રાહુલ પાસે સમજવો પડે. સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસમાં આત્મવિશ્વાસની અછત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારવાની છે.
5/5

વિદેશ મંત્રીએ ચૂંટણી ન લડવાના સવાલ પર જવાબ આપ્યો કે, મારું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. ડોક્ટરે ઈન્ફેક્શનથી બચવા ધૂળથી દૂર રહેવા કહ્યું છે. એટલા માટે હું લોકસભાની ચૂંટણી લડી રહી નથી.
Published at : 01 Dec 2018 06:22 PM (IST)
View More
Advertisement
Advertisement





















