Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં મનુષ્યવધની કલમ હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી....તમામ આરોપીઓ વિરુદ્ધ હવે મનુષ્યવધની કલમ હેઠળ કેસ ચાલશે....ફાયર ઓફિસર રોહિત વિગોરાએ કેસમાંથી બિન તોહમત છોડી મૂકવા અને મનુષ્યવધની કલમ હટાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી...સ્પેશિયલ પી.પી તુષાર ગોકાણી મારફતે થયેલી રજૂઆતને ધ્યાનમાં લઇ આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ રોહિત વિગોરાએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો....
-----------------
ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઈકોર્ટે ઈન્કાર કર્યો....તથ્ય પટેલ અને તેના પિતા મારફતે સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી....જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો છે...જ્યારે તેના પિતાને મુક્તિ આપવામાં આવી છે....સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે....





















