રામલીલા મેદાનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ મોદીએ રાફેલ ખરીદીના સોદાનો કોન્ટ્રાક્ટ માત્ર સાત દિવસ પહેલાં જ બનેલી અનિલ અંબાણીની કંપનીને આપ્યો. અંબાણીએ તેની જિંદગીમાં એક પણ હવાઇ જહાજન નથી બનાવ્યું પરંતુ તેમની એકમાત્ર યોગ્યતા તે મોદીના મિત્ર છે. જેના કારણે તેમને ફાયદો પહોંચાડવા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બાદ રાહુલે મોદીને સવાલ કર્યો કે આખરે 45,000 કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો ?
2/5
દેશમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓની હત્યા થઈ રહી છે પરંતુ વડાપ્રધાનનાં મોં માંથી એક શબ્દ નથી નીકળતો. ગેંગરેપ થાય છે પરંતુ દેશના વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા. બીજેપીના લોકો ગભરાઈ ગયા છે અને જલ્દી ચૂંટણી કરાવવા માંગે છે. સભા દરમિયાન રાહુલ સ્થાનિક મુદ્દાને ભૂલી ગયા અને માત્ર વડાપ્રધાન મોદી પર જ પ્રહાર કરતાં રહ્યા.
3/5
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પીએમ મોદી પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ 45 હજાર કરોડ રૂપિયાના દેવાદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલ કોન્ટ્રાક્ટ અપાવ્યો, કારણકે તે પીએમ મોદીના મિત્ર છે.
4/5
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે 56ની છાતીના ચોકીદાર સામે સંસદમાં રાફેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને ભ્રષ્ટાચાર પર સવાલ પૂછવામાં આવે ત્યારે તેમના દોઢ કલાકના ભાષણમાં એક મિનિટ પણ જવાબ આપતાં નથી. યુપીએ સરકારે રાફેલ ડીલ HALને આપી હતી, પરંતુ મોદી સરકરે તેને તેમના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી. તેમણે કહ્યું કે યુપીએ સરકારે એક હવાઇ જહાજને 540 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે પીએમ મોદીએ ફ્રાન્સની કંપની પાસેથી એક હવાઇ જહાજ 1600 કરોડમાં ખરીદ્યુ.
5/5
રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, અમારી સરકાર બનશે તો પાંચા અલગ-અલગ સ્તરવાળા ગબ્બર સિંહ ટેક્સને બદલીને એક જીએસટી આપીશું. અમે ડીઝલ અને પેટ્રોલને પણ જીએસટી અંતર્ગત કરીશું, જેનાથી મોંઘવારી ઘટશે. ગબ્બર સિંહ ટેક્સથી દેશના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને ઘણું નુકસાન થયું છે.