શોધખોળ કરો
ગુજરાતમાં પરપ્રાંતીય પર હુમલા માટે બંધ પડેલા કારખાના અને બેરોજગારી જવાબદારઃ રાહુલ ગાંધી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08213924/rahul-gandhi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે. સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે આ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમાલ માટે બીજેપી સરકારની નીતિઓને જવાબદાર ગણાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08213945/rahul-gandhi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે. સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે આ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમાલ માટે બીજેપી સરકારની નીતિઓને જવાબદાર ગણાવી હતી.
2/3
![રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, ગરીબીથી મોટો કોઈ ડર નથી. ગુજરાતમાં થઈ રહેલી હિંસાનું મૂળ ત્યાં બંધ પડેલા કારખાના અને બેકારી છે. ત્યાં વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંને ડગમગી ગયા છે. પ્રવાસી શ્રમિકોને તેમના નિશાન બનાવવા અયોગ્ય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08213940/Rahul-Gandhi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, ગરીબીથી મોટો કોઈ ડર નથી. ગુજરાતમાં થઈ રહેલી હિંસાનું મૂળ ત્યાં બંધ પડેલા કારખાના અને બેકારી છે. ત્યાં વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંને ડગમગી ગયા છે. પ્રવાસી શ્રમિકોને તેમના નિશાન બનાવવા અયોગ્ય છે.
3/3
![ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની અસર ગુજરાતના અર્થતંત્ર પર પડી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સીએમ વિજય રૂપાણીને ચિઠ્ઠી લખી છે. તેમણે કરેલી રજૂઆત મુજબ પરપ્રાંતીય મજૂરો પર હુમલા અને હિજરતથી ઉત્પાદન તથા વેપાર પર અસર પડી રહી છે. આ હિંસાના કારણે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદમાં હિન્દી ભાષીઓ પર હુમલા થયા. જે બાદ અનેક ઉત્તર ભારતીય મજૂરોએ ગુજરાતમાંથી હિજરત કરવાનું શરૂ કરી દીધું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08173706/gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની અસર ગુજરાતના અર્થતંત્ર પર પડી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સીએમ વિજય રૂપાણીને ચિઠ્ઠી લખી છે. તેમણે કરેલી રજૂઆત મુજબ પરપ્રાંતીય મજૂરો પર હુમલા અને હિજરતથી ઉત્પાદન તથા વેપાર પર અસર પડી રહી છે. આ હિંસાના કારણે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદમાં હિન્દી ભાષીઓ પર હુમલા થયા. જે બાદ અનેક ઉત્તર ભારતીય મજૂરોએ ગુજરાતમાંથી હિજરત કરવાનું શરૂ કરી દીધું છે.
Published at : 08 Oct 2018 09:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)