શોધખોળ કરો
ભારતીય વાયુસેનાનું નામ બદલીને અંબાણી વાયુસેના કરી દેવું જોઈએઃ રાહુલ ગાંધી

1/5

રાહુલે એમ પણ કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટર રાફેલ મામલાની તપાસ કરવાના હોવાથી રાતોરાત તેમને હટાવી દેવામાં આવ્યા. સીબીઆઈ તપાસમાં બે નામ સામે આવત. પહેલું નરેન્દ્ર મોદીનું અને બીજું અનિલ અંબાણીનું પરંતુ દેશના ચોકીદારે ગભરાઈને સીબીઆઈ ડાયરેક્ટરને જ હટાવી દીધા.
2/5

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં દેશ રક્ષાની વાત કરે છે. યુપીએ સરકારે વાયુસેનાને 126 વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી. વિમાન દેશમાં બને તેને ભારતના યુવાઓને રોજગારી મળે તેથી અમે એચએએલને કોન્ટ્રાક્ટ આપ્યો. પરંતુ બાદમાં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને અનિલ અંબાણીની સાથે ફ્રાંસ ગયા ત્યારે ત્યાં જઈ કહ્યું કે, ઈન્ડિયન એરફોર્સની વાત છોડો. અમારે અંબાણી એરફોર્સ બનાવવી છે. 126 વિમાન નહીં માત્ર 36 વિમાન જ ખરીદાશે. એચએએલ વિમાન નહીં બનાવે પરંતુ અનિલ અંબાણી બનાવશે.
3/5

રાજસ્થાનમાં ચૂંટણી સભા ગજવતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં ચાદર ચડાવી હતી અને પુષ્કરમાં બ્રહ્મ સરોવરમાં પૂજા કરી હતી.
4/5

રાજસ્થાનના યુવાઓએ દેશને અહીંયા સુધી પહોંચાડ્યો છે પરંતુ વડાપ્રધાન તમારા માતા-પિતાનું અપમાન કરે છે. કારણકે તેઓ કહે છે કે તેમના આવતા પહેલા હિન્દુસ્તાનની જનતાએ કંઈ કર્યું નથી. પહેલા મોદી જ્યાં જતા ત્યાં 2 કરોડ નોકરીઓ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને ભ્રષ્ટાચારની વાત કરતા હતા પરંતુ હવે તેમના ભાષણમાં રોજગારી-ખેડૂતો કે ભ્રષ્ટાચારની વાત જ હોતી નથી.
5/5

જયપુરઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજસ્થાનના જાલોરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું કે, દેશનું રેલવે બજેટ આશરે 1 લાખ 2 હજાર કરોડ રૂપિયા છે પરંતુ તેનો ફાયદો દેશની જનતાને મળતો નથી. રેલવેનો જે ફાયદો આપણા યુવાઓ, માતાઓ-બહેનોને મળવો જોઈએ તે અદાણીને મળે છે. ભારતીય રેલવેનું નામ બદલીને અદાણી રેલવે કરી દેવું જોઈએ, બીજી તરફ ભારતીય વાયુસેનાનું નામ અંબાણી વાયુસેના કરી દેવું જોઈએ.
Published at : 26 Nov 2018 05:14 PM (IST)
View More
Advertisement
Advertisement