આઇટીની વેબસાઇટ પર Account Cash Transcation વિન્ડોમાં ખાતાધારક પોતાનું નામ એકાઉન્ટ નંબર અને બેન્કનું નામ ક્લિક કરે તો તેને માત્ર મારું ટ્રાન્ઝેકશન થયાનો મેસેજ જોઇ શકાશે પરંતુ તમામ કેશ ટ્રાન્ઝેકશન ઓન લાઇન જોવા મળશે નહીં.
2/5
નાણા મંત્રાલય તરફથી તમામ બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે 2.50 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવનારા ખાતાધારકોની માહિતી આઇટી વિભાગને મોકલવામાં આવે. સરકાર તે ખાતાધારકોની આઇટીમાં તપાસ કરશે.
3/5
ઉલ્લેખનીય છે કે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવા પર લોકો પોતાના પાસે રહેલા કેશ પૈસા ખાતામાં જમા કરાવી રહ્યા છે અને આ માટે 30 ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો છે. અઢી લાખ રૂપિયા સુધી કોઇ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહી. પરંતુ તેનાથી વધુ રકમ પર અધિકારીઓની નજર છે.
4/5
જો તમે તમારા બેન્ક એકાઉન્ટમાં કોઇ પણ વ્યક્તિના નાણા જમા કરાવતા હશો તો તરત તેની જાણકારી આયકર વિભાગને પડી જશે. ઇન્કમટેક્સ વિભાગની ઇ-ફિલિંગની પોતાની વેબસાઇટ www.incometaxindiaefiling.gov પર એક નવી વિન્ડો જોડી છે. કોઇ પણ વ્યક્તિ પોતાના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવશે તો તરત જ આ વિન્ડો મારફતે તેની જાણકારી ઇન્કમટેક્સને મળી જશે. જો કોઇ પણ એકાઉન્ટમાં નક્કી કરેલા અઢી લાખ કરતા અથવા શંકાસ્પદ ટ્રાઝેક્શન જોવા મળતા ઇન્કમટેક્સ તેને નોટિસ ફાળવશે. આ માટે ઇન્કમટેક્સ તમામ બેન્કોના સર્વરને લિંક કર્યા છે.
5/5
નવી દિલ્લીઃ મોદી સરકાર દ્ધારા 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ છેલ્લા ચાર દિવસોથી લોકોને પરેશાની પડી રહી છે. હાલમાં લોકો પોતાની પાસે રહેલી 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે બેન્કો તરફ દોટ લગાવી છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજે કાળા નાણા સાચવતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.