જોકે, કેન્દ્ર સરકારની ઘટાડાની અપીલને નંજરઅંદાજ કરતાં દાવો કર્યો હતો કે, રાજ્યમાં ડિઝલની કિંમત પેટ્રૉલ કરતાં વધી ગઇ છે. રવિવારની કિંમત પ્રમાણે એક લીટર ડિઝલની કિંમત એક લીટર પેટ્રૉલ કરતાં 12 પૈસા વધારે છે. ડિઝલ 80.69 રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રૉલ 80.57 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
3/5
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પેટ્રૉલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાંથી આવે છે. તાજેતરમાંજ તેમને કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી. સાથે તેમને રાજ્યોને પેટ્રૉલ અને ડિઝલ પરનો વેટ ઘટાડવા અપીલ કરી હતી.
4/5
નવી દિલ્હીઃ પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં સતત વધારો આવી રહ્યો છે, જેના કારણે મોદી સરકાર જનતા અને વિપક્ષની નજરે ચઢી છે. પણ આમાં ચોંકાવનારી ઘટના એ બની છે કે, પહેલીવાર દેશમાં પેટ્રૉલ કરતાં ડિઝલની કિંમતો વધી ગઇ છે.
5/5
ઓડિશામાં ડિઝલની કિંમત પેટ્રૉલની કિંમત કરતાં વધી ગઇ છે. પેટ્રૉલ કરતાં ડિઝલ મોંઘુ થઇ જવાથી રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજૂ જનતા દળે કેન્દ્રની મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે, કહ્યું કે કેન્દ્ર સરકારની પેટ્રૉલ અને ડિઝલની કિંમતો નક્કી કરવાની ફોર્મ્યૂલા ખોટી છે. સરકાર પાસે કોઇ નીતિ નથી, જેના કારણે રાજ્યમાં પેટ્રૉલ કરતાં ઉંચી કિંમતે ડિઝલ વેચવું મજબૂરી બની ગયુ છે.