ફરિયાદકર્તા જુ.થાવરે કહ્યું હતું કે, ખેડૂતોએ આઈએમડીના પૂર્વાનુમાનના આધારે વાવણી કરી હતી. પરંતુ શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વરસાદ જ ન આવ્યો. જોકે નિવેદન આપવા માટે આઈએમડીનું કોઈ અધિકારી હાજર રહ્યાં ન હતાં.
2/4
કદમે જણાવ્યું હતું કે, ભાદંસની કલમ 420 અંતર્ગત આઈએમડીના ડાયરેક્ટર સામે કેસ નોંધાવ્યો છે. ગયા વર્ષે પણ બીડ જિલ્લાના એક ખેડૂતે આઈએમડી અધિકારીઓ સામે પોલીસમાં આવા કેસો નોંધાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આઈએમડી અધિકારીઓએ ખેડૂતોને ખોટી માહિતી આપી છે કે, ખરીફ મોસમ ફરિયાદ દરમિયાન ઘણો વરસાદ પડશે.
3/4
મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રના એક ગામના ખેડૂતોએ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, બીજ અને કિટનાશક નિર્માતા કંપનીઓની મિલીભગતને કારણે વરસાદ અંગે ખોટું અનુમાન આપી રહ્યા છે. બિયારણ કંપનીઓનું વેચાણ કરવા માટે અધિકારીઓ વરસાદની આગાહી ખોટી કરી રહ્યા છે તેવું ખેડૂતે કહ્યું હતું.
4/4
પરભણી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં મંગળવારે નોંધાયેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પુણે અને મુંબઈમાં હવામાન વિભાગના અધિકારીઓ તો કંપનીઓ સાથે મળેલા છે. ખેડૂતોએ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ખેતરમાં વાવણી શરૂ કરી પરંતુ વરસાદ ન આવતાં તેમના લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. સ્વાભિમાની શેતકારી સંગઠનના મરાઠાવાડા ક્ષેત્રનાં અધ્યક્ષ માનિક કદમે ફરિયાદ નોંધાવી છે.