Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
ઠાકોર સમાજે કુરિવાજોને તિલાંજલિ આપવા અને સામજિક સુધારણા માટે એક મોટી પહેલ કરી છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આજે (4 જાન્યુઆરી)ના રોજ સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદેશ ખાસ કરીને કેટલાક રીત રિવાજ પર પ્રકાશ પાડીને કેટલાક સુધારા કરીને સમાજ માટે એક ચોક્કસ બંધારણ તૈયાર કરાવનો હતો. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરાઇ છે. જેમાં મુખ્ય 16 મુદ્દાને આવરી લેવામાં આવ્યાં છે. જેનું વાંચન ગેની બહેને કરીને સમગ્ર બંધારણ વિશે સમાજને અવગત કર્યાં હતા.
ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
1.સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિ જઈ શકશે નહિ
2.ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં
3.સગાઈમાં સાડી-નાળિયેર-રૂપિયો જ લઈ જવાનો રહેશે
4.વૈશાખ અથવા મહા મહિનામાં જ ઠાકોર સમાજ લગ્નની તારીખ નક્કી કરાશે
5.વૈશાખ મહિનાના 15 દિવસ, મહા મહિનામાં 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરવી
6.લગ્નમાં મોંઘી પત્રિકા નહીં છપાવવી, માત્ર સાદી જ આમંત્રણ પત્રિકા છપાવવી
7.જાનમાં સનરુફ ગાડી ન લઈ જવી
8.જાનમાં 11થી વધુ ગાડીઓ ન લઈ જવી
9.મહિલાઓ, પુરુષો સાથે 100 વ્યક્તિને જ જાનમાં લઈ જવા
10.જાનમાં વધુને વધુ બે ઢોલ જ લઈ જવા
11.ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર મુકાયો પ્રતિબંધ
12.બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગળી જ લઈ જવાની રહેશે
13.હલ્દી રશમ, એંટ્રી મારવાની પ્રથા બંધ કરવામાં આવે છે
14.જમણવારમાં મર્યાદિત જ વસ્તુઓ જ રાખવી
15.મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ કરવામાં આવે છે
16.મામેરામાં ઓછામાં ઓછા 11 હજાર, વધુમાં વધુ 1 લાખ 51 હજાર જ મુકી શકાશે. મામેરામાં દાગીના લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો




















