રદ કરાયેલ ટ્રેનોમાં ‘વલસાડ એક્સપ્રેસ’ અને ‘ફ્લાઈંગ રાની’ ટ્રેન સામેલ છે. આ ઘટના પછી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક મુસાફરોને રેલવે સ્ટેશન પર જ કલાકો વિતાવવા પડ્યા હતાં. અમદાવાદથી ઉપડતી કર્ણાવતી ટ્રેનને પણ વલસાડથી પરત કરવામાં આવી છે. આગળ જુઓ ગુજરાતની કઈ-કઈ ટ્રેનને થઈ અસર.
15/15
વલસાડ: મોડીરાત્રે માલગાડી મહારાષ્ટ્રના દાહણું અને વાનગાંવ વચ્ચે આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આગને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી. માલગાડીના ક્ન્ટેનરમાં આગ લાગતા રેલવે અધિકારીઓ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી જતા સ્થિતિ કાબુમાં આવી હતી. મોડીરાત્રે દહાણુ રોડ નજીક એક માલગાડીમાં ભીષણ આગ લાગવાના કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ રેલ વ્યવહાર પૂર્વવત બનાવવાના પુરતા પ્રયાસ ચાલુ છે. જોકે, તેમાં સમય લાગશે.