શોધખોળ કરો

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Weather : મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યના 265 તાલુકાઓમાં ભારે વરસાદ, જનજીવન પ્રભાવિત થયું.
  • સાંતલપુરમાં 15 ઇંચ, અન્ય પાંચ તાલુકામાં 10+ ઇંચ વરસાદ.
  • ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનવ્યવહાર ખોરવાયો.
  • હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની આગાહી કરી.

Gujarat Weather : ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 265 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં 10થી 15 ઈંચ અને 15 તાલુકામાં 5થી 8 ઈં સુધી વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ વરસ્યો છે

રાજ્યમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઈંચ નોંધાયો છે. જ્યારે રાધનપુરમાં 13.46 ઈંચ, ભાભરમાં 11.30 ઈંચ, દિયોદરમાં 10.83 ઈંચ અને નડિયાદમાં 10.31 ઈંચ વરસાદ નોંધાયો છે.

અનેક તાલુકામાં 5થી 8 ઈંચ વરસાદ

ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં મહેમદાવાદમાં 8.39 ઈંચ, દાંતીવાડામાં 7.09 ઈંચ, થાનગઢમાં 7.09 ઈંચ, વાંકાનેરમાં 6.93 ઈંચ, સુઈગામમાં 6.81 ઈંચ, ઓગડમાં 5.98 ઈંચ, દહેગામમાં 5.71 ઈંચ, થરાદમાં 5.12 ઈંચ, સોજીત્રામાં 5.04 ઈંચ અને ડીસામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ

આ ઉપરાંત કઠલાલ અને વસોમાં 4.96 ઈંચ, રાપર અને મહુધામાં 4.92 ઈંચ, ધનસુરામાં 4.88 ઈંચ, ખેડામાં 4.76 ઈંચ, માતરમાં 4.72 ઈંચ, ખેરાલુમાં 4.57 ઈંચ, હડાદ અને બાલાસિનોરમાં 4.45 ઈંચ, તેમજ પેટલાદ અને મોરબીમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો છે.

અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અનેક શહેરો અને ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર બે કલાકમાં દિયોદરમાં 1.85 ઈંચ, લાખણીમાં 1.73 ઈંચ, ધાનેરામાં 1.46 ઈંચ અને રાહમાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો છે. દિયોદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિયોદર શાળા નંબર-2ના કેમ્પસમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જ્યારે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget