શોધખોળ કરો
આતંકીઓની ક્રૂરતાઃ જવાનનું માથું વાઢીને લઈ ગયા, એક હુમલાખોર ઠાર
1/3

દરમિયાન, સલામતી દળોએ બે વિવિધ ઓપરેશન્સમાં જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લા અને શહેરમાં એક પોલીસકર્મી સહિત છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. લશ્કર એ તોઇબાના આતંકીઓની હાજરી અંગે બાતમી મળતાં જ સલામતી દળોએ બાટામાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પકડાયેલાં આતંકવાદીઓમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
2/3

જમ્મુઃ પાકિસ્તાને તમામ હદ પાર કરી દીધી છે. એક બર્બર ઘટનામાં પાકિસ્તાનમાંથી આતંકવાદીઓએ શુક્રવારે ભારતીય સરહદમાં ઘૂસી જઈને એક ભારતીય જવાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેનું માથું પણ કાપી નાખીને લઈને સરહદ પાર જતા રહ્યા હતા. જવાનનું નામ મનજિતસિંઘ જણાવાયું છે. આ ઘટના કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બની હતી. ભારતીય જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં એક હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાને પગલે ભારે રોષ ફેલાઈ ગયો છે, સેનાએ પણ બદલો લેવાનું કહ્યું છે તે જોતાં સરહદ પર વધુ લોહિયાળ જંગ ખેલાશે તેવી શક્યતા છે.
Published at : 29 Oct 2016 06:56 AM (IST)
View More




















