મુંબઈ: મુંબઈના અંધેરી સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજનો સ્લેબ તુટી પડતા ઘટના સામે આવી છે. જેના કારણે લોકલ સેવા બંધ કરવામાં આવી છે. આશરે એક કલાકથી અંધેરી વિરાર વચ્ચે લોકલ સેવા બંધ છે. પોલીસના જણાવ્યા મુજબ, બ્રિજ દુર્ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે. અન્ય કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.
2/3
વરસાદના કારણે રાહત બચાવ કાર્યમાં મોડુ થઈ રહ્યું છે. આ ઘટના જોરદાર વરસાદના કારણે બની છે. મુંબઈમાં મોડીરાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. રેલવે ટ્રેક પરથી કાટમાળ દૂર કરવા માટે બીએમસી, ફાયર બ્રિગેડ અને આરપીએફનો સ્ટાફ હાજર છે. આ બ્રિજનું નામ ગોખલે બ્રિજ છે. ફુટ ઓવર બ્રિજનો કાટમાળ નીચે પડવાથી લોકલ સેવા પ્રભાવિત થઈ છે. આ ઘટના સવારે 7.30 વાગ્યે બની હતી.
3/3
જો કે સદનસિબે મોટી દૂર્ઘટના ટળી છે. પરંતુ હાલ બ્રિજનો સ્લેબ તૂટતા પ્રવાસીઓ અટવાયા છે. મુંબઈમાં રાતના સમયથી જ વરસાદ ચાલુ છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટ્રેન સેવાને શરૂ કરવાવા માટે રેલવે સતત પ્રયાસ કરી રહ્યું છે.