ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પંડિત નારાયણ દત્ત તિવારીના નિધન પર દુખ વ્યક્ત કરું છું. ઇશ્વરને તેમની દિવંગત આત્માની શાંતિ અને તેમના પરિવારજનોને દુખ સહન કરવાની પ્રાર્થના કરું છું. રાવતે કહ્યું કે, ઉત્તરાખંડ તિવારીના યોગદાનને ક્યારેય ભૂલી નહી શકે. નવા રાજ્ય ઉત્તરાખંડને આર્થિક અને ઔધોગિક વિકાસની રફતાર આપવામાં તિવારીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
2/3
તાજેતરમાં જ કોગ્રેસ નેતા નારાયણ તિવારી તબિયત બગડ્યા બાદ દિલ્હીની મૈક્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તિવારીના દીકરા રોહિત તિવારીએ ટ્વિટ કરી પોતાના પિતા એનડી તિવારીની તબિયત ગંભીર હોવાની વાત કરી હતી. કેન્દ્રમાં નાણા, વિદેશ, ઉદ્યોગ, શ્રમ જેવા મહત્વના મંત્રાલયોની કમાન સંભાળી ચૂકેલા એનડી તિવારીને નાના રાજ્ય એવા ઉત્તરાખંડની કમાન સોંપવામાં આવી ત્યારે ઉત્તરાખંડની આંદોલનકારી શક્તિઓ અસહજ અને સ્તબ્ધ હતી. એનડી તિવારી બાદમાં આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
3/3
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારીનું આજે 93 વર્ષની વયે નિધન થયું હતું. તેણે દિલ્હીના સાકેત સ્થિત મૈક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એનડી તિવારીનું નિધન તેમના જન્મદિવસ પર જ થયું છે. નારાયણ દત્ત તિવારી દેશના પ્રથમ એવા રાજકારણી છે જેઓ બે-બે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.