શોધખોળ કરો
સવર્ણોને આર્થિક અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ, વિપક્ષે મચાવ્યો હોબાળો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09092037/5-reservation-for-upper-caste-quota-bill-general-category-rajya-sabha-lok-sabha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસબામાં સોશિધિત બિલ પસાર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર કેવી રીતે આ બિલ પસાર કરાવે છે તે જોવાનું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09092037/5-reservation-for-upper-caste-quota-bill-general-category-rajya-sabha-lok-sabha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસબામાં સોશિધિત બિલ પસાર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર કેવી રીતે આ બિલ પસાર કરાવે છે તે જોવાનું છે.
2/3
![કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09092032/4-reservation-for-upper-caste-quota-bill-general-category-rajya-sabha-lok-sabha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું, "આ 10% આરક્ષણ તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ આરક્ષણ લાગૂ થશે." ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સવર્ણોને અનામત બંધારણની અવહેલના, આ બિલથી આંબેડકરનું અપમાન થયું છે. આ સાથે કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું- બિલનો વિરોધ નથી કરી રહ્યાં, પરંતુ અમારી માંગ છે કે આ પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સમક્ષ મોકલાવું જોઈએ.
3/3
![ગઈકાલે લોકસભામાં સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે 3 મત વિરુદ્ધમાં ગયા હતા. હવે આજે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09092021/1-reservation-for-upper-caste-quota-bill-general-category-rajya-sabha-lok-sabha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગઈકાલે લોકસભામાં સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે 3 મત વિરુદ્ધમાં ગયા હતા. હવે આજે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.
Published at : 09 Jan 2019 09:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બજેટ 2025
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)