આજે પ્રેસ કૉંફ્રેંસ કરીને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જેવી રીતે ચુંટણી દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે તેવી જ રીતે નોટ બદલનારની આંગળી પર પણ શાહી લગાવવમાં આવશે. આ શાહીને સરળતાથી દૂર કરવામાં નહિ આવી શકે.
2/5
નાણાં સચિવે વધુમાં જણાવ્યું હતું કે, જનધન અકાઉન્ટ્સનો ખોટી રીતે ઉપયોગ ના થાય તેના પર પણ સરકારની નજર છે. ખુલા છુટાની મુશ્કેલી ના પડે તે માટે સરકારે મંદિરો અને ટ્રસ્ટોને છુટા પૈસા બેંકોમાં જમા કરાવવા માટે જણાવ્યું છે.
3/5
ત્યાર બાદ તમે વધુમાં વધું 4500 રૂપિયાની નોટ જ બેંકમાંથી બદલી શક્શો. જો તમારી પાસે આનાથી વધુ હોય તો તમે તમારા અકાઉંટમાં જમા કરાવી શકો છો.
4/5
નવી દિલ્લીઃ 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ બેંકો અને ATMની બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. સરકાર આ સમસ્યાના સમાધાન માટે એક એવું પગલું ભરવા જઇ રહી છે જેનાથી લોકોને રાહત મળશે. સરકારનું કહેવું છે કે, લોકો વારંવાર બેંકે જઇને લાઇનમાં લાગી રહ્યા છે. જેના લીધે આટલી મોટી લાઇનો લાગે છે.
5/5
સરકારનું કહેવું છે કે, તેનાથી એ ફાયદો થશે કે, એક વ્યક્તિ વારંવાર લાઇનમાં નહિ ઉભા રહી શકે. સરકારે દાવો કર્યો છે કે, ઘણી જગ્યાએ એક જ શખ્સ અલગ અલગ બેંકોમાં જઇને પૈસા એક્સચેંજ કરાવી રહ્યા છે. તેને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. લોકો નોટ બદલવાના ગોરખ ધંધો કરવા લાગ્યા છે. એક જ શખ્સ વારંવાર જઇને નોટ એક્સચેંજ કરાવી રહ્યા છે. જેનાથી બાકીના લોકોને મુશ્કેલી થઇ રહી છે.