પ્રધાને જણાવ્યું હતું કે, અમે તમામ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આગામી 72 કલાક સુધી જૂની ચલણી નોટનો સ્વિકાર કરે. પેટ્રોલ નહીં હોવાના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે ત્યારે આ જાહેરાત મહત્વની છે.
2/6
આ અપીલ મોદી સરકારના પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કરી છે. સરકારે જાહેરાત કરી હતી કે આગામી 11 નવેમ્બર સુધી પેટ્રોલ પમ્પ પર 500 અને 1000ની નોટ આપીને પેટ્રોલ કે ડિઝલ ભરાવી શકાય છે. જો કે ઘણા પેટ્રોલ પમ્પના માલિકો આ જૂની નોટ્સનો સ્વિકાર કરતા નથી તેથી લોકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે.
3/6
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રૂપિયા 500 અને 1000ની નોટને ચલણમાં દૂર કરતા લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે મોદી સરકારના એક પ્રધાને લોકોને જાહેર અપીલ કરી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો ના લેવાય તો સીધો મારો સંપર્ક કરી શકો છો.
4/6
ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી છે કે પેટ્રોલિયમ મંત્રાલયે લોકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 18887628835 પણ જાહેર કર્યો છે. આ બધાં પગલાં દ્વારા લોકોને પડતી તકલીફો ઓછી થશે અને જે પણ પેટ્રોલ પંપ માલિક અમારી સૂચનાનું પાલન નહીં કરે તેમની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.
5/6
પ્રધાને જણાવ્યું છે કે કોઇ ગેસ સ્ટેશન અથવા પેટ્રોલ પમ્પ રિટેલર અમારી સૂચનાનો ભંગ કરે તો તેનું નામ અને લોકેશનની ડિટેઇલ અમને મોકલો. આ જાણકારી મારા ટ્વિટર હેન્ડલ @dpradhanbjp સિવાય અમારી અન્ય ઓઇલ કંપનીઓના ટ્વિટર હેન્ડલ @IndianOilcl, @BPCLimited & @HPCL પર પણ મોકલી શકો છો.
6/6
લોકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર પ્રધાને લોકોને અપીલ કરી છે કે જો કોઇ પેટ્રોલ પંમ્પ અથવા સીએનજી સ્ટેશન 11 નવેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં જૂની 500 કે 1000ની નોટ્સ સ્વિકારવાનો ઇનકાર કરે તો મારો સીધો સંપર્ક કરો અને મારા ટ્વિટર હેન્ડલ પર તેની વિગતો મોકલો.