સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ નરોતમ પલાણના આતિથ્યપદે યોજાનાર આ સમારંભમાં વર્ષોથી દેવભૂમિ દ્ધારકા ખાતે કલાસાધના કરતા અને દ્ધારકાનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ કરનાર સુપ્રસિદ્ધ કલાસર્જક અને કલાવિવેચક સવજી છાયાને દ્ધારકાના પુસ્તક માટેનો રોકડ પુરસ્કાર રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારો, સનદી અધિકારીઓ, સાહિત્યકારો અને કલાવિવેચકો સમયાંતરે ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરશે. સંસ્કાર ભારતી ગુજરાત પ્રદેશના કાર્યાધ્યક્ષ ઓજસ હિરાણીએ કહ્યું કે, 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી ચાલનારા રાષ્ટ્રીય કલાયજ્ઞ-2017નું કલાકાર્ય મહેન્શ્વરી ભવન અતિથિગૃહ ખાતે કરવામાં આવશે.
2/5
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આ કલાસાધકોના હસ્તે 500 કરતા પણ વધારે કલાકૃતિનું નિર્માણ કરવામાં આવશે. રાષ્ટ્રીય કલાયજ્ઞનું ઉદ્ધાટન ગીર સોમનાથના ધારાસભ્યશ્રી અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગના મંત્રીશ્રી જસાભાઇ બારડ કરશે.
3/5
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી કે.એમ.અધ્વર્યુંના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીની સંકલ્પના શ્રેષ્ઠ ભારત-એક ભારત અંતર્ગત આ કલાયજ્ઞમાં સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 80 કરતા પણ વધારે કલાકારો જોડવામાં આવ્યા છે.
4/5
ગુજરાતનો કલાવારસો વિવિધતાથી છલોછલ છે અને સર્જનાત્મકતા એ ગુજરાતના પ્રજાજીવનનો ભાગ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, કલાગુરુ શ્રી રવિશંકર રાવળની 125મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી સંસ્કારભારતી ગુજરાત પ્રદેશ અને ગુરજરાત કલાપ્રતિષ્ઠાન દ્ધારા સોમનાથ મંદિરના પટાંગણ ખાતે કરવામાં આવ્યું છે.
5/5
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે આપણી ભારતીય કલાસંસ્કૃતિ પશ્વિમી સંસ્કૃતિના અનેક આક્રમણ છતાં આજે પણ અડીખમ ઉભી છે આસ્થાના પ્રતિકસમા શિલ્પો, સ્થાપત્યો અને અનેક દેવાલયો આપણી આત્મશ્રદ્ધામાં ઉમેરો કરી રહ્યા છે. 200થી 300 વર્ષ જૂના મંદિરોમાં આજે પણ આપણો ભવ્ય ભાતીગળ કલાવારસો સચવાયેલો પડ્યો છે. ભગ્ન અને જર્જરીત અવસ્થામાં પડેલા આપણા શ્રદ્ધાકેન્દ્રોને પુનજીર્વિત કરવા એ આપણો જન હી પણ આપણા વડાપ્રધાન મોદીનો પણ સંકલ્પ રહ્યો છે. તેને સાકાર કરવા આ યજ્ઞ યોજવામા આવી રહ્યો છે.