શોધખોળ કરો

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે; બંગાળની ખાડી સક્રિય થતાં વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, પાકને નુકસાનની ચિંતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે ગુજરાતમાં જુલાઈ અંતથી ફરી ભારે વરસાદની આગાહી કરી.
  • 30 જુલાઈથી 3 ઓગસ્ટ મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
  • 5 થી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ, પૂર સંભવ.

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધવાની મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, જુલાઈ મહિનાના અંતથી લઈને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે કહેર વર્તાવી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં મોટો વધારો થવાની અને કેટલાક ભાગોમાં ફરી જળબંબાકાર તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે જે 30 જુલાઈ સુધી યથાવત જોવા મળશે. ત્યારબાદ, 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે અને ભારે વરસાદ ખાબકી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ખેડા અને પંચમહાલના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ફરી એકવાર ઘમરોળશે. અહીં સુરત અને નવસારી સહિતના ભાગોમાં ભારે વરસાદની પૂરી શક્યતા છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવો રહેશે માહોલ?

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પાછળ નહીં રહે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગરના ભાગોમાં પણ સારો એવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

5થી 12 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત માટે ભારે સંકટ

ખાસ કરીને 5 થી 12 ઓગસ્ટનો સમયગાળો દક્ષિણ ગુજરાત માટે સૌથી ભારે સાબિત થઈ શકે છે. આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સતત વરસાદને પગલે તાપી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી શકે છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં પુનઃ પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે છે. વધુમાં, જ્યોતિષીય ગણતરી મુજબ 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો ત્યારબાદ પણ ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે.

ખેડૂતો માટે ચિંતાના સમાચાર

અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ચિંતાજનક આગાહી કરી છે. અષાઢ મહિનામાં પડનારા આ ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા કૃષિ પાકોને માઠી અસર પહોંચી શકે છે. ગુજરાતમાં ફરી સક્રિય થઈ રહેલા આ વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ જણાવતા તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં (બંગાળની ખાડીમાં) સિસ્ટમ સક્રિય રહેવાને કારણે અને અરબ સાગરમાંથી મોટા પ્રમાણમાં ભેજ ખેંચાઈ આવવાના કારણે ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ યથાવત છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

Frequently Asked Questions

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

તેમની આગાહી અનુસાર, જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની કેવી અસર જોવા મળી શકે છે?

આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળસ્તર વધીને કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા છે.

30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે?

મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ થવા પાછળનું મુખ્ય કારણ શું છે?

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય રહેવાને કારણે અને અરબ સાગરમાંથી ભેજ ખેંચાઈ આવવાના કારણે રાજ્યમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget