પરેશ રાવલે ટ્વિટ કર્યું- અમારો ચા વાળો તમારા ઘરવાળાથી સારો છે, પરેશ રાવલે આ ટ્વિટ મોડી સાંજે કર્યું હતું, જ્યારે આ ટ્વિટ પર નેગેટિવ રિએક્શન આવવા લાગ્યા ત્યારે બીજેપી સાંસદે પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.
2/4
પરેશ રાવલે ટ્વિટ ડિલીટ કરતા લખ્યું- ટ્વિટને ડિલીટ કરી દીધી છે, કારણ કે તે ખરાબ હતી. હું તમારી ભાવનાઓને ઠેસ પહોંચી તેના માટે માફી માંગું છું.
3/4
નવી દિલ્લી: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપીમાં સોશિયલ મીડિયા પર લડાઈ શરૂ થઈ ગઈ છે. જેને લઈને મંગળવારે યૂથ કોંગ્રેસના મેગેઝીન યુવા દેશના એક ટ્વિટને લઈને વિવાદ થયો હતો. આ ટ્વિટમાં પીએમ મોદીને ચા વેચવાને લઈને નિશાન સાધવામાં આવ્યું છે. આ ટ્વિટ પછી બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ એક ટ્વિટ કર્યું છે, જેને લઈને ટ્વિટર યૂઝરોએ જોરદાર ટ્રોલ કર્યું છે.
4/4
યુવા દેશના નામે ચાલતા ટ્વિટર હેન્ડલથી એક ફોટો શેયર કર્યો હતો. આ ફોટામાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપ અને બ્રિટેનના પ્રધાનમંત્રી થેરેસા નજરે પડી રહ્યા છે. તેમાં પીએમ મોદીને ચા વેચવા પર નિશાને બનાવવામાં આવ્યા છે.