બાગપતના અધિકારીઓ તેને છેલ્લા એક મહિનાથી ચક્કર ખવડાવી રહ્યા છે. હવે વેરોનિકાના વિઝાની ડેટ પણ એક્સપાયર થવાની છે. ડીએમ અને પ્રશાસન અધિકારીઓ તેની વાત સાંભળવા ચૈયાર નથી. વેરોનિતાના વિઝા 13 ઓગસ્ટે એક્સપાયર થઈ રહ્યા છે.
2/5
આ કપલ ભારત આવી પહોંચ્યું, જ્યાંથી તેઓ બાગપત પહોંચ્યા. વેરોનિકાએ સ્પેશયલ મેરેજ એક્ટ મુજબ બાગપત એડીએમ કોર્ટમાં લગ્ન કરવા માટે અરજી કરી હતી.
3/5
વિદેશી યુવતી વેરોનિકાએ પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી પાસે મદદ માંગી છે. સુત્રોની જાણકારી મુજબ આ કપલે ડીએમના સ્ટેનો પર લાંચ માંગવાનો અને જિલ્લાધિકારી પણ અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.
4/5
અક્ષત રશિયન ભાષા શિખવા માટે રશિયા ગયો હતો. જ્યાં તેની મુલાકાત ટૂરિસ્ટ વિદ્યાર્થીની વેરોનિકા સાથે થઈ. વેરોનિકા અને અક્ષતની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ ભારત આવી હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું.
5/5
નવી દિલ્હી: એક વિદેશી યુવતીને ભારતના યુવક સાથે પ્રેમ થયો છે. આ યુવતી બાગપત નિવાસી પ્રેમી અક્ષત સાથે લગ્ન કરવા માટે છેલ્લા એક મહિનાથી અધિકારીઓ પાસે ચક્કર લગાવી રહી છે. જિલ્લાઅધિકારી કાર્યાલયમાં પોતાની વાત સાંભળવામાં નહી આવતા આ યુવતીએ ટ્વિટ કરીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને પીએમઓ પાસે મદદ માંગી છે. વેરોનિકાએ કહ્યું તે એમ્બેસી પાસેથી એનઓસી લઈને પણ ગઈ હતી પરંતુ ડીએમએ તેને માનવાનો ઈનકાર કરી દિધો હતો.