લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખની જાહેરાત પહેલા ઉત્તર પ્રદેશમાં રાજનીતિક ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ હાર્દિક પટેલને ઉમેદવાર બનાવવામાં આવશે. કહેવાય છે કે, જો બધા વિપક્ષ સહમત થઈ જાય તો પીએમ મોદી વિરૂદ્ધ હાર્દિક પટેલને સંયુક્ત ઉમેદવાર તરીકે પીએમ વિરૂદ્ધ મેદાનમાં ઉતારવામાં આવશે.
2/2
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભલે હાર્દિક પટેલની વાત કોંગ્રેસ સાથે ન થઈ હોય પરંતુ અખિલેશનો પક્ષ સંપર્કમાં છે. ચૂંટણી પહેલા એસડી અને બીએસપીએ ગઠબંધનની જાહેરાત કરી છે બન્નેએ 80 સીટમાંથી રાયબરેલી અને અમેઠી ઉપરાંત બે બેઠક અન્ય માટે ખાલી રાખી છે.