તેને કારણે તામિલનાડુ, પોંડિચેરી અને લક્ષ્યદ્વીપ જેવા રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડે તેના તમામ મથકોને એલર્ટ પર રાખ્યાં છે. કોસ્ટ ગાર્ડે તેના ડોર્નિયર વિમાન અને જહાજને કેરળ, લક્ષ્યદ્વીપ,તથા દક્ષિણ તામિલનાડુમાં તૈયાર કરીને રાખ્યાં છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણમાંથી સર્જાયેલા ભીષણ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસમાં લોબાન નામનું વાવાઝોડું દક્ષિણ ઓમાન અને યમન કોસ્ટ તરફ ફંટાવાની શક્યતા છે.
3/6
હવામામ વિભાગે ગંજમ, ગજપતુપુરી અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે જારી કરેલી એડવાઇઝરમાં જણાવ્યું કે તિતલીને કારણે 10-11 ઓક્ટોબરે આંધ્ર-ઓરિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.
4/6
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હવાનું દબાણ છેલ્લા 6 કલાકમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ભુવનેશ્વર હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં આ દબાણ ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે અને ઓરિસ્સાના માર્ગે આગળ વધીને છેક આંધ્રના દરિયા કિનારાને ધમરોળશે. હવામાન વિભાગે આ વાવાઝોડાનું નામ તિતલી રાખ્યું છે.
5/6
ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ઈમર્જન્સી રિસપોન્સ સેન્ટરે ઓરિસ્સા સરકાર માટે જારી કરેલી એડવાઈઝરીમાં એવું જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના દરિયા કિનારે તિતલી નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જારી કરીને આ બંને રાજ્યોને સચેત રહેવાની ચેતવણી આપી છે. જે ગતિએ તિતલી વાવાઝોડું જઈ રહ્યું છે તેને જોતાં બુધવાર સાંજ સુધીમાં તે આંધ્ર-ઓરિસ્સા દરિયા કિનારે પહોંચી શકે છે.
6/6
બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ તિતલી તોફાનમાં ફેરવાયું છે. બંગાળની ખાડીમાં ઉદભવેલું આ તોફાન બુધવાર સાંજ સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારે ત્રાટકશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે ઓરિસ્સા માટે 2 દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.