આ દરમિયાન નીતિ આયોગે ઈન્ડિકેટરોમાં બહરાઈચ જિલ્લાની પ્રગતિ રિપોર્ટની સ્પીડને જોઈને સીએમ યોગી ખુશ થયા હતા. સીએમે આકાંક્ષાત્મક જિલ્લામાં સામેલ બહરાઈચના વિકાસની ગતિ અને ઝડપથી વધારવા ભરોસો અપાવ્યો હતો.
3/5
યોગી આદિત્યનાથના પ્રવાસમાં બહરાઇચ જિલ્લા વિકાસ અને કાયદો વ્યવસ્થાના નિરીક્ષણમાં નંબર વન થઈ ગયું છે. બહરાઈચ પહોંચેલા સીએમ યોગીને 189 કરોડના ખર્ચથી બની રહેલા નવનિર્મિત મેડિકલ કોલેજ, મંડી, પ્રાઈમરી સ્કૂલનું નિરીક્ષણ કરી બ્રિટિશ જમાનાના કલેક્ટ્રેટમાં પહેલી વખત લગભગ 2 કલાક સુધી જિલ્લાના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓની સાથે બેસીને લાંબી સમીક્ષા બેઠક કરી હતી.
4/5
જોકે, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને વિકાસની યોજનાઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. સીએમની આગેવાનીમાં એથ્લીટની જેમ મહિલા કલેક્ટર માલા શ્રીવાસ્તવ પીટી ઉષાની જેમ દોડતાં જોવા મળ્યા હતાં.
5/5
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં વિકાસ કાર્યો અને કાયદા વ્યવસ્થાને નિહાળવા આવેલા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રોટોકોલમાં એક મોટી તસવીર સામે આવી હતી. અહીં મહિલા કલેક્ટર માલા શ્રીવાસ્તવ સીએમની વીઝિટ દરમિયાન જિલ્લાને દરેક બાબતે પાસ કરાવવા માટે એથ્લીટની જેમ દોડ લગાવતા નજરે પડ્યા હતાં. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.