નવી દિલ્હી: ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાક વાટાઘાટને લઈને કેંદ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન દ્વારા વિદેશ મંત્રીના સ્તરની મુલાકાતની રજૂઆત અને ભારત દ્વારા આ રજૂઆતના સ્વીકાર થયાંને 24 કલાકમાં જ ભારતે આ મુલાકાત રદ્દ કરી દીધી છે.
2/3
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનની નવી શરૂઆતની પાછળ, તેમની મંત્રણાની દરખાસ્ત પહેલાં નાપાક ઈરાદાઓ છે, જેનો ખુલાસો થઈ ગયો છે. પાકિસ્તાનના પીએમનો અસલી ચહેરો જલ્દીથી સામે આવી ગયો છે.
3/3
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરાયું હતું જેમાં કહેવામાં આવ્યું કે, "આતંકીઓના સમર્થનમાં પાકિસ્તાનના વલણમાં કોઈ જ ફેર નથી પડ્યો. તેથી બે કારણથી આ મુલાકાત રદ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાને આપણાં એક સુરક્ષાકર્મીની નૃશંસ હત્યા અને પાકિસ્તાન દ્વારા આતંકીઓના સમર્થનમાં જાહેર કરવામાં આવેલી 20 પોસ્ટલ ટિકિટના કારણે આ બેઠક રદ કરાઈ છે.